કોગ્રેસમાંથી જૂથબંધીથી કંટાળી નારાજ ધારાસભ્યો ભાજપમાં જોડાયાઃ નીતિન પટેલ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કૉંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સભાની ચૂંટણી સમયે કૉંગ્રેસે ભાજપના ધારાસભ્યને ખરીદવાનો પ્રયાસ હતો. જે ધારાસભ્યોને ઓફર કરાઈ હતી તેમણે ભાજપને જાણકારી આપી હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. નીતિન પટેલે દાવો કર્યો હતો કે કૉંગ્રેસમાં જૂથબંધીના કારણે કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે