પૌત્રીની સગાઇમાં લોકોની ભીડ ભેગી કરવી ભાજપના નેતાને પડી ભારે, પોલીસે કરી ધરપકડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Dec 2020 06:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ભાજપના પૂર્વ આદિજાતિ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિતની પૌત્રીની સગાઈનો વીડિયો ગઈકાલે વાયરલ થયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા. આ ઘટનાની ગુજરાત હાઇકોર્ટ લીધેલી ગંભીર નોંધ પછી પોલીસે કાર્યવાહી કરી હતી. પૂર્વ મંત્રી કાંતિ ગામિતની ધરપકડ કરવામાં આવી હતી.આ ઉપરાંત નેતાની ધરપકડ થાય તો તરત જામીન ન મળે તે 308ની કલમ પણ ઉમેરવામાં આવી હતી. આ કેસમાં કાંતિ ગામિતના પુત્ર સામે પણ ફરિયાદ કરવામાં આવી છે.