Harsh Sanghavi :ડંડો તો છૂટથી જ વાપરો..ગુંડાઓનો વરઘોડો તો નીકળશે જ.. ગૃહમંત્રીની ચેતવણી
કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ અસામાજિક તત્વોને આપી વધુ એક ચેતવણી કહ્યું સીધા રહેજો. સીધા ન રહ્યા તો વરઘોડાની નીકળશે. સાથે જ જામનગરમાં હુસેન શેખ નામના બળાત્કારી અને ડ્રગ્સના આરોપીનાં ઊભા થયેલા દબાણ તોડી પાડવા બદલ ગૃહરાજ્યમંત્રીએ જામનગર પોલીસને અભિનંદન આપ્યા છે.
ગાંધીનગરના ટાઉનહોલ ખાતે કાર્યક્રમ યોજાયો તેરા તુજકો અર્પણ જેમાં છેલ્લા એક મહિનામાં ગાંધીનગર આસપાસ આવેલા દહેગામ કલોલ કડી જેવા વિસ્તારોમાંથી ચોરીની ફરિયાદો બાદ રિકવર થયેલા મુદ્દા માલને પોતાના મૂળ માલિકો સુધી પરત આપવામાં આવ્યો હતો.
અંદાજે પાંચ કરોડની કિંમત નો મુદ્દા માલ તેમના માલિકોને પોલીસ તરફથી શોધીને આપવામાં આવ્યો જે બદલ રાજ્યના ગ્રુપ મંત્રીએ ગાંધીનગર પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. અસામાજિક તત્વોને વધુ એક વખત ચેતવણી આપતા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું કે પોલીસ જોડે પનારો પડ્યો તો ચાલવામાં તકલીફ થશે સાથે કોઈપણ ટપોરી સામાન્ય નાગરિકને હેરાન કરશે તો તેના વરઘોડા નીકળશે જ.