Gujarat Politics : શું ગુજરાત મોડલ નિષ્ફળ છે? અખિલેશ યાદવની પોસ્ટથી રાજનીતિ તેજ

ગુજરાતના શિક્ષણ મોડલ પર સવાલ ઉઠાવીને અખિલેશ યાદવે વિવાદનો મધપૂડો છંછેડી દીધો છે.. ત્યારે પ્રદેશ કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપના 30 વર્ષના શાસનમાં શિક્ષણ ક્ષેત્ર નબળુ પડ્યું છે.. શાળાઓમાં શિક્ષકો અને ઓરડાની મોટા પ્રમાણમાં ઘટ છે.. શિક્ષણ વિભાગ ગુજરાત ભાજપના ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે.. શિક્ષણ વગરની શાળા અને શાળા વગરનું ગામ એ ગુજરાત ભાજપનું મોડલ છે.

અખિલેશ યાદવ અને કેજરીવારની સોશલ મીડિયા પોસ્ટ પર પ્રદેશ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યુ કે એક મુર્ખ મુર્ખામી કરે અને બીજો તે મુર્ખામીને આગળ વધારે.. પહેલા રાજકીય પરિપક્વતા કેળવો અને પછી કોઈપણ પ્રકારના નિવેદનો આપો.. બીજી તરફ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ પ્રતિક્રિયા આપતા કહ્યુ કે એન્ટી શોસલ અને નિષ્ફળ નેતાઓએ સોશલ મીડિયામાં નકલી બોર્ડ પરિણામોને લઈને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો.. બાળકોને તમારા ગંદા રાજકારણમાં ન ખેંચો.. વિદ્યાર્થીઓના ભાવી પર ખોટી સ્ટંટબાજી ન કરશો.. ખોટી માહિતી ફેલાવી બાળકોના મનોબળ સાથે છેડછાડ કરવી અને વાલીઓમાં ભયનું વાતાવરણ સર્જવાનો આ પ્રયાસ નિંદનિય છે.. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola