Jayesh Radadia: પાર્ટીમાં જૂથવાદ કરી રહ્યું છે એનું સમયે નામ આવશે..BJPમાં કકળાટ પર રાદડિયાનું નિવેદન

સૌથી મોટો અપસેટ રાજકોટમાં સર્જાયો છે. પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયાએ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટે ખેલ પડ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. પ્રશાંત કોરાટના કહેવાથી ટિકિટ કાપી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, જયેશ રાદડિયા અને સુરેશ સખરેલીયાને નીચા દેખાડવા માટે પ્રયાસ કર્યો છે. સમયે આવ્યે જવાબ આપીશું. આમ, જેતપુરમાં ભાજપ પાર્ટીને પતાવવા માટે ખેલ પાડ્યો હોવાનો આક્ષેપ, અને પ્રશાંત કોરાટ વિરુદ્ધ પાર્ટીમાં ફરિયાદ કરશે તેવી ચીમકી આપી. જેતપુર ભાજપમાં અંદર ખાને જૂથવાદ જોવા મળતા જયેશ રાદડિયાએ ડેમેજ કંટ્રોલ કર્યું હતું. પૂર્વ સુરેશ સખરેલીયાને મનાવવા જયેશ રાદડિયાએ બંધ બારણે બેઠક કરી હતી. પૂર્વ પ્રમુખની ટીકીટ કપાતા મેન્ડેટ મળેલ 42 ઉમેદવારો પૂર્વ પ્રમુખને સમર્થન જાહેર કર્યું હતું. 42 ઉમેદવારોએ સમર્થન જાહેર કરી ઉમેદવારી પરત ખેંચવાની ચીમકી આપી હતી. ઉમેદવારીપત્ર ભરનાર તમામ ઉમેદવારો ચૂંટણી લડશે 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola