Kanti Amrutiya Audio Clip: ગોપાલનું નામ સાંભળતાં જ કાંતિ અમૃતિયા થયા ગુસ્સે, ઓડિયો ક્લિપ વાયરલ
Kanti Amrutiya Audio Clip: ગોપાલનું નામ સાંભળતાં જ કાંતિ અમૃતિયા થયા ગુસ્સે, ઓડિયો ક્લિપ વાયરલ
મોરબીમાં રાજકીય ગરમાવા વચ્ચે સોશિયલ મીડિયામાં કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને સુરતના આપ સમર્થક વચ્ચે વાતચીતનો ઓડિયો વાયરલ. શરૂઆતમાં શાંતિપૂર્વક શરૂ થયેલ વાતમાં ગોપાલ ઇટાલિયાનું નામ આવતા જ ધારાસભ્યનો ગુસ્સો ફૂટી નીકળ્યો. ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આપ સ્માર્થકને કહ્યું "અહીંયા આપ વાળા દેકારો કરો એટલે શું?તું પણ આવી જા સામો લડવા માટે".
મોરબી અને વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્યો વચ્ચે સામસામે ચૂંટણી લડવાની ચેલેન્જનો મામલો ગરમાયો છે. વાંકાનેર-મોરબી બેઠકના ભાજપના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાને મોરબીની પીચ પર ચૂંટણીનો મેચ રમવા માટે ખુલ્લું આમંત્રણ આપ્યું છે. સોમાણીએ એક મોટો પડકાર ફેંકતા જણાવ્યું છે કે, "જો ગોપાલ ઇટાલીયા મોરબી કે વાંકાનેર બેઠક પરથી ચૂંટણી જીતી બતાવે તો હું મારા વાંકાનેર બેઠક ઉપરથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ."
આ ઘટનાએ સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. ખાસ કરીને જ્યારે આગામી વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે આવા પડકારો રાજકીય માહોલને વધુ રસપ્રદ બનાવે છે.