મોરબીમાં પત્રિકા વહેંચવાનો વિવાદ, કૉંગ્રેસ કાઉન્સિલર અને ભાજપના ઈન્ચાર્જ વચ્ચે ઉગ્ર બોલાચાલી
ગુજરાત(Gujarat)ની આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે મોરબી વિધાનસભા બેઠક પર પત્રિકા વહેંચવાનો મામલે વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ કાઉન્સિલર ભાવિન ઘેલાણી અને ભાજપના ઇન્ચાર્જ અનિલ મહેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અનિલ મેહતાએ કહ્યું કે, તમે ચૂંટણીપંચની પ્રક્રિયામાં વિલંબ ઉભો કરો છો, તમે સાચા હોવ તો પત્રિકા વહેંચનાર વ્યક્તિને બહાર કાઢો.