આજે મહારાષ્ટ્રની 288 બેઠકો પર વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આમાં ઘણા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે. મતગણતરી 23 નવેમ્બરે થશે. એનસીપી (એસપી)ના સુપ્રીમો શરદ પવાર, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, શિવસેના (યુબીટી) વડા ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પોતપોતાના પક્ષો માટે લોકોના મત મેળવવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં વોટિંગ માટે કેટલાક નેતા વહેલી સવારે જ પહોંચી ગયા હતા અને મતદાન કર્યું હતુ.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને બારામતી વિધાનસભા મતવિસ્તારના NCP ઉમેદવાર અજિત પવારે બુધવારે પોતાનો મત આપ્યો. પત્રકારો સાથે વાત કરતા પવારે કહ્યું, "મહાયુતિ અહીં સરકાર બનાવવા જઈ રહી છે અને મને આશા છે કે બારામતીના લોકોને મારામાં વિશ્વાસ હશે."