સાંસદ મિતેષ પટેલ પર આરોપ લગાવનાર MLA ગોવિંદ પરમારની નારાજગી થઇ દૂર
Continues below advertisement
ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર અને સાંસદ મિતેષ પટેલ વચ્ચેનો વિવાદ સપાટીએ આવતા મોટી રાજકીય ધમાલ શરુ થઈ હતી. ધારાસભ્ય ગોવિંદ પરમારે સાંસદ મિતેષ પટેલ પર જ્ઞાતિવાદ ફેલાવવાના ગંભીર આરોપ લગાવ્યા હતા. પટેલ જ્ઞાતિના નેતાઓને આગળ કરવા ક્ષત્રિય નેતાઓને નુકસાન પહોંચાડતા હોવાનો ગોવિંદ પરમારે આરોપ લગાવ્યો હતો. જોકે, આણંદ જિલ્લા ભાજપના જૂથવાદને ડામવામાં ભાજપ અને મુખ્યમંત્રીને સફળતા મળી હતી. જ્ઞાતિવાદનો આરોપ લગાવનાર ધારાસભ્ય ગોવિંદ પરમારની નારાજગી દૂર થઇ હતી
Continues below advertisement