MLA Karsan Solanki Died: MLA કરસનદાસ ધારાસભ્ય બન્યા બાદ પણ ફરતા હતા STમાં, જુઓ સાદગીની ઝલક
મહેસાણાના કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું દુઃખદ નિધનના સમાચાર સામે આવ્યા છે. કરશન સોલંકી કેન્સરની બીમારીથી પીડિત હતા. તેઓ પોતાના સરળ અને સૌમ્ય સ્વભાવને કારણે લોકપ્રિય નેતા હતા. ધારાસભ્ય હોવા છતાં વિધાનસભા જવા સરકારી બસનો જ ઉપયોગ કરતા. તેમના મત વિસ્તારમાં નાનામાં નાના વ્યક્તિને ખૂબ સરળ સ્વભાવથી મળતા. લોકો તેમને કાકાના હુલામણા નામથી બોલાવતા હતા. ત્યારે તેમની આકસ્મિક વિદાયથી કડીમાં શોકનો માહોલ છવાયો છે. તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનથી 10:30 કલાકે નીકળશે.
કરશન સોલંકી સચિવાલય, વિધાનસભા અને પોતાના વિસ્તારમાં કાકાના હુલામણા નામથી જાણીતા હતા. તેઓએ એક પણ દિવસ સરકારી ગાડીનો ઉપયોગ કર્યો નથી. તેમની પાસે પોતાની માલિકીની એક પણ ગાડી પણ નથી. જ્યારે કરશન સોલંકી જ્યારે ગાંધીનગર આવે ત્યારે કોઈની પાસે લિફ્ટ લઈને અથવા તો એસ.ટી. બસમાં આવતા. તેમની આ સાદગી લોકોનું દિલ જીતી લેતી હતી