મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલિયા જોડાઇ શકે છે ભાજપમાં, જુઓ વીડિયો
મોરબી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી (bypoll) અગાઉ કૉંગ્રેસને (congress) મોટો ઝટકો લાગી શકે છે. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલિયા આજે ભાજપમાં જોડાઈ શકે છે.કૉંગ્રેસમાંથી જયંતિ જેરાજને ટિકિટ મળતા કિશોર ચીખલિયા નારાજ થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. મોરબીમાં (Morbi) ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન સમયે કિશોર ચીખલિયા ભાજપનો ખેસ પહેરે તેવી શક્યતા છે..કિશોર ચીખલિયા પર એસીબીમાં થયેલા કેસ પાછો ખેંચવા અને જિલ્લા પંચાયતમાં ફરી પ્રમુખ બનાવવા ભાજપે વચન આપ્યું હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.