સાંસદ મનસુખ વસવાના છોટુ વસાવા પર પ્રહાર, કોની સાથે કરી સરખામણી ? જુઓ વીડિયો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં નેતાઓ બેફામ બોલી રહ્યા છે . ત્યારે નર્મદા જિલ્લાના  ડેડીયાપાડાના નવાગામે ભાજપ દ્વારા જાહેરસભા રાખવામાં આવી હતી જેમાં ભરૂચ સાંસદે BTP ના છોટુ વસાવા અને મહેશ વસાવા પર પ્રહાર કર્યાં હતા .  સાંસદ કાયમ BTP ને આડેહાથે રહે છે. અગાઉ મનસુખ વસાવાએ છોટુ વસાવાને મચ્છર કહી સંબોધન કર્યું હતું. જેની સામે છોટુ વસાવાએ ફેસબુક દ્વારા સાંસદને ભાજપ નો પોપટ કહ્યું હતું. ત્યારે  ફરી વાર કરતા મનસુખ વસાવાએ છોટુ વસાવાને રંગ બદલતા કાંચીડા સાથે સરખામણી કરતા કહ્યું કે જેમ ચોમાસામાં જે કાચીડો રંગ બદલે તેમ આ લોકો પાર્ટીઓને બદલે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola