Naresh Patel | જયેશ રાદડિયા સાથેના કોલ્ડવોરને લઈને નરેશ પટેલે આપ્યું મોટું નિવેદન
કોલ્ડવોર મામલે આજે નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જન્મદિવસ પર નરેશ પટેલે જયેશ રાદડિયા સાથે મતભેદોને લઈને ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે રાદડીયાને જરૂર પડે છે ત્યારે સાથે ઉભા રહ્યા છીએ. વધુમાં તેમણે કહ્યું કે રાજકીય વિવાદ હોય ત્યારે કોઇ પણ બાબતે ખોડલધામનુ નામ મુકી દેવાય છે. ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું યોગ્ય નથી. સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઈએ.
નરેશ પટેલે કહ્યું કે જો અમે રાજકીય એક્ટિવ ન રહીએ તો સામાજિક કામ ન થાય. જે રાજકારણમાં છે તેમને હું સપોર્ટ કરીશ. જયેશ રાદડિયા હોય કે અન્ય કોઈ પણ નેતા કે કાર્યકરો હોય કે પછી સામાન્ય નાગરિક ખોડલધામ તેમને હંમેશા મદદ કરવા તત્પર રહેશે. ઘરમાં મતભેદ થાય તેમ પરિસ્થિતિ પ્રમાણે કેટલાક લોકો સાથે મતભેદ થતા હોય છે. પરંતુ ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ. ખોડલધામ તરફથી કોઈપણ વ્યક્તિ પ્રત્યે કોઈ પ્રકારનો દ્વેષ કે કોઈ રાગ નથી. જેમ ઘરમાં મતભેદ બાદ સમાધાન થાય છે તેમ આપણું ગુજરાત પણ એક ઘર છે. અને ઘરમાં હંમેશા સમાધાન હોય. હું ખોડલધામ તરફથી ખાતરી આપું છું કોઈ રાગ નથી. જયેશ રાદડિયા માટે એટલું કહીશ કે તે પાટીદાર સમાજના યુવા નેતા છે. તે સારું કામ કરી રહ્યા છે. તેમને જયારે પણ જરૂર પડે છે ત્યારે અમે તેમની સાથે હોઈશું.