Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Nitin Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
ફરી એકવાર જોવા મળ્યા તીખા તેવર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના. કડી APMC અને ખરીદ વેચાણ સંઘ આયોજીક સહકારીતા સંમેલનમાં હાજર નીતિનભાઈ પટેલે પક્ષના જ કાર્યકર્તાઓ અને સત્તાધીશોને રોકડુ પરખાવી દીધુ. એટલુ જ નહીં. ભાજપના કાર્યકર્તાઓને નીતિનભાઈ પટેલે રાજનીતિનો સિદ્ધાંત પણ સમજાવતા હ્યું કે હવે સહકારની ભાવના ઓછી થઈ ગઈ છે. પક્ષના નવા કાર્યકર્તાઓ ટકોર કરતા નીતિનભાઈએ કહ્યું કે છેલ્લા 10 વર્ષથી સરકારની જાહોજલાલી જોઈને લોકો સંઘર્ષ ભુલી ગયા છે. અત્યારે બધાને સત્તા જ જોઈએ છે. પણ કામ કરનારને કોઈ આગળ કરતુ નથી. નીતિનભાઈ પટેલે સહકારી ક્ષેત્રમાં થતા ભ્રષ્ટાચાર મુદ્દે પ્રતિક્રિયા આપી કે ખેડૂતોને ખબર પણ નથી હોતી અને મંડળીના મંત્રીઓ તેમના નામે લોન ઉપાડી લે છે. આ જ ભ્રષ્ટાચારને લીધે બે ત્રણ મંત્રીઓ જેલના સળીયા પાછળ હોવાની નીતિનભાઈએ વાત કરી.