ARVIND LADANI | ભાજપ ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર કેમ આવ્યા ચર્ચામાં? શું છે કારણ?

Continues below advertisement

જૂનાગઢ જિલ્લાના માણાવદરના ભાજપના MLA અરવિંદ લાડાણી ફરી ચર્ચામાં આવ્યા છે..MLA અરવિંદ લાડાણીના જિલ્લા પંચાયતના પદને લઇ ચર્ચા છે..જૂનાગઢ જિલ્લા પંચાયતમાં મટીયાણા બેઠક પરથી કોંગ્રેસમાંથી વિજેતા બનેલ લાડાણી હજુ કોંગ્રેસ પક્ષ ની સદસ્યતાથી સભ્ય છે.. જો કે થોડા સમય પહેલા પક્ષ પલટો કરી ભાજપમાં આવેલ અને માણાવદર થી ભાજપના સિમ્બોલ પર MLA બનેલ..પરંતુ જિલ્લા પંચાયતના સદસ્યપદ તરીકે હજુ કોંગ્રેસમાંથી યથાવત છે..જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા દ્વારા આ વાતને આજે ઉજાગર કરાઇ..જેથી અરવિંદ લાડાણી ધારાસભ્ય ભાજપના અને જિલ્લા પંચાયત સદસ્ય કોંગ્રેસના એવુ બન્યું છે.. સામાન્ય રીતે રાજ્યના વિકાસ કમિશનર દ્વારા  આ બાબતે કાર્યવાહી કરવામાં આવતી હોય તેવું જાણકારોએ જણાવ્યું હતું..આ બાબતે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમ્મર દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી અને કહેવાયું હતું કે સભ્યપદની ફરી ચૂંટણી ન થઇ હોય ત્યારે આ પ્રકારના બનાવ ભૂતકાળમા પણ બનવા પામેલ છે...હાલ જૂનાગઢ જિલ્લા પંચાયતમા કુલ 25 બેઠક ભાજપ પાસે અને લાડાણીના સભ્યપદ કોંગ્રેસમાંથી ગણતરી ધ્યાને લેતા કોંગ્રેસ પાસે 5 બેઠક છે.. કુલ જૂનાગઢ જિલ્લા પંચાયતમા 30 બેઠક છે..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram