સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટ પેપરથી યોજવાની માંગ સાથે HCમાં પિટિશન, જુઓ વીડિયો
Continues below advertisement
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટ પેપરથી યોજવાની માંગણી સાથે હાઇકોર્ટમાં પિટિશન થઈ છે. જેના પગલે હાઇકોર્ટે રાજ્યના ચૂંટણી પંચ અને સરકારને નોટિસ ઈશ્યુ કરી છે. ચૂંટણી પંચ પાસે પૂરતા વીવીપેટ નહીં હોવાની અરજદારે કોર્ટમાં રજુઆત કરી હતી. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઇવીએમ સાથે વોટર વેરીફાઈબલ પેપર ઓડીટ ટ્રેઇલ એટલે કે વીવીપેટ ફરજિયાત હોવાનું સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં ઠેરવ્યું છે, ત્યારે જો વીવીપેટ વગર ચૂંટણી થાય તો મતદારોનો તેમણે કરેલા મતદાન પર ભરોસો ના જળવાય તેવી અરજદારે રજૂઆત કરી હતી.
Continues below advertisement