PM Modi:બજેટ સત્રના પ્રારંભમાં જ PM મોદીએ બજેટને લઈને શું કહી દીધી મોટી વાત?| Abp Asmita

PM Modi| બજેટ સત્રના પ્રારંભમાં જ PM મોદીએ બજેટને લઈને શું કહી દીધી મોટી વાત?| Abp Asmita

આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે.. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બજેટ સત્ર પહેલા હું ઘન અને સમૃદ્ધિની દેવી મા લક્ષ્મીને નમન કરું છું.. આ દરમિયાન પીએમ મોદીએ સંસદ પરિસરમાં પહોંચીને કહ્યું કે, આ બજેટ 2047 સુધી વિકસીત ભારતનો સંકલ્પ પુરો કરશે.. આ બજેટ સત્રમાં ઘણા એવા ઐતિહાસિક બિલોમાં સુધારાને લઈને ચર્ચા કરવામાં આવશે.. આ બજેટ સત્રમાં ઘણ મહત્વના નિર્ણયો કરવામાં આવશે..

 પીએમ મોદીએ કહ્યું કે, હુ પ્રાર્થના કરુ છું કે મા લક્ષ્મી આપણા દેશના ગરીબ અને મધ્યમ વર્ગ પર કૃપા કરે.. આ સાથે જ ગર્વની વાત તો એ છે કે ભારતે એક લોકતાંત્રિક રાષ્ટ્ર તરીકે 75 વર્ષ પુરા કર્યા છે.. ભારતે પોતાને વૈશ્વિક સ્તરે સારી રીતે સ્થાપિત કર્યો છે.. આ મારા ત્રીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ છે.. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola