Geniben Thakor | પાટણમાં ગેનીબેનનું સન્માન કરવા ઉમટી જનમેદની | ABP Asmita

Geniben Thakor | લોકસભાની ચૂંટણીમાં વિજય થયા બાદ ઠાકોર સમાજ દ્વારા ગેનીબેન ઠાકોરનું પાટણ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજ ઉમટી પડ્યો હતો. પાટણમાં ગેનીબેન ઠાકોરના સન્માનમાં ક્ષત્રિય ઠાકોર સમાજનો કાર્યક્રમ. મોટી સંખ્યામાં ઠાકોર ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા. પ્રદેશ કોંગ્રેસના નેતા સન્માન સમારોહમાં હાજર રહ્યા. મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા , પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પણ ઉપસ્થિત. આ સાથે જગદીશ ઠાકોર, ચંદનજી ઠાકોર, બળદેવજી ઠાકોર ઉપસ્થિત રહ્યા. અનેક ઠાકોર સમાજના અગ્રણીઓની સાથે રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર કે જેઓનું પાટણમાં સન્માન કરવામાં આવ્યું. ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola