Vav Election Result 2024: Gulabsinh Rajput:હાર બાદ ગુલાબસિંહ રાજપૂતનું મોટું નિવેદન

Continues below advertisement

બનાસકાંઠાની વાવ બેઠક પરની પેટા ચૂંટણીના પરિણામ સામે આવ્યા છે. વાવ બેઠક પર કાંટે કી ટક્કર બાદ ભાજપની જીત થઈ છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરુપજી ઠાકોર વાવ બેઠક પર 1300 મતે વિજેતા બન્યા છે.  

વહેલી સવારથી વાવ બેઠક પર મતગણતરી શરુ થઈ હતી. 12 રાઉન્ડ સુધી કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આ બેઠક પર આગળ ચાલી રહ્યા હતા.  

વાવ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી પાલનપુરના જગાણામાં આવેલ સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં કરવામાં આવી હતી.  સૌથી પહેલા બેલેટ પેપરની મતગણતરી થઈ હતી. બેલેટ પેપરની મતગણતરી પૂર્ણ થયા બાદ 321 બુથના ઈવીએમની 23 રાઉન્ડની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે કુલ 70.55 ટકા મતદાન થયું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram