Vijay Suvala: વિજય સુવાળા પર તલવાર અને લાકડી વડે હુમલો થતા થતા રહ્યો.. ડ્રાઈવર ન હોત તો જીવ જાત

Continues below advertisement

ગુજરાતના જાણીતા ગાયક અને ભાજપ નેતા વિજય સુવાળા પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. કારમાં આવેલા શખ્સોએ લાકડી અને તલવારથી ભાજપ નેતા વિજય સુવાળા પર હુમલો કરતા સાત શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. માહિતી તો એવી પણ મળી રહી છે કે વિજય સુવાળા પર હુમલા પહેલા ફોન કરીને ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ વિજય સુવાળાની કારને આંતરીને કેટલાક લોકોએ હુમલો કર્યો હતો.

આ ઘટનામાં મળતી માહિતી મુજબ અમદાવાદના ઝુંડાલની પાસે આવેલા અગોરા મોલ જોડે ગુજરાતના જાણીતા ગાયક વિજય સુવાળાની કારને કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ઘેરવામાં આવી હતી. ત્યારબાદ તલવાર-લાકડીઓ લઈને વિજય સુવાળા પર હુમલો કરવામાં આવ્યો છે. અચાનક આ ઘટના બનતા વિજય સુવાળાએ પોલીસને ફોન કરીને મદદ માંગી હતી. એવી પણ માહિતી મળી રહી છે કે પ્રોગ્રામ કરવાના મુદ્દે વિજય સુવાળા પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram