Visavadar By Poll : ભાષણ કરતાં કરતાં જ ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ રડી પડ્યા

Visavadar By Poll : ભાષણ કરતાં કરતાં જ ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ રડી પડ્યા

જૂનાગઢ - વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ થયા ભાવુક. ભેસાણ ખાતે લોકોને સંબોધન કરતી વખતે થયા ભાવુક. ભાષણ દરમિયાન ખેડૂતો માટે આંખમાંથી આંસુ અને અવાજ રૂંધાયો. હું ઝેર પીને મરી જાઉં પણ ખેડૂતોનો એક રૂપિયો પણ ન લઉં. 

 જૂનાગઢ જિલ્લા સહકારી મંડળીઓમાં ખેડૂતો હારે છેતરપિંડીના આપ પાર્ટી દ્વારા વારંવાર લગાવાય છે આક્ષેપ. કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન પદે હાલ કાર્યરત છે. પોતાના ભાષણમાં વિઠ્ઠલભાઈ રાદડિયાને પણ કર્યા યાદ. જૂનાગઢ - વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ભાજપનો પ્રચંડ પ્રચાર. ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ દ્વારા શરૂ કરાયો પ્રચંડ પ્રચાર. ભેંસાણ તાલુકાના મેંદપરા ગામ ખાતે કિરીટ પટેલે લોકોને કર્યુ સંબોધન. ગામની મધ્યમાં સભા યોજી સંબોધન દ્વારા કર્યો પ્રચાર. કિરીટ પટેલે આગામી 800 દિવસમાં વિકાસના અનેક કામ કરવાનો આપ્યો વાયદો. લોકોનો ભરોષો અમારી સાથે.


બીજી તરફ જિલ્લા સહકારી બેન્કમાં ભ્રષ્ટાચાર બાબતે અપાયું આવેદન. મોટી સંખ્યામાં ખેડૂતો રહ્યા હાજર. વાંદરવડ, પસવડા સહિતના ગામમાં ખેડૂતો હારે છેતરપિંડી કરાઈના આક્ષેપ કરાયા. મૃતક વ્યક્તિના નામે ધિરાણ મેળવી લેવાયાના પણ આક્ષેપ કરાયા . 7/12 માં જેનું નામ નથી તેના નામે ધિરાણ લેવાયાના આક્ષેપ. અનેક જગ્યાએ મંત્રીઓએ ગેરરીતિ કર્યાના આક્ષેપ કરાયા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola