Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?

Continues below advertisement

Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું બનાસકાંઠા જિલ્લાના વડગામમાં જબરદસ્ત સ્વાગત કરવામાં આવ્યું. હર્ષ સંઘવીને આવકારવા માટે તમામ સમાજના લોકો એકત્ર થયા હતા, લોકોમાં એટલો ઉત્સાહ હતો કે, ખભે બેસાડી લોકોએ હર્ષ સંઘવીને વડગામમાં આવકાર્યા..સંઘવીના સ્વાગત માટે લોકો હાથમાં તિરંગા સાથે આવ્યા હતા અને વંદે માતરમના નારા લગાવતા નજરે પડ્યા..વડગામની ધરતી પરથી હર્ષ સંઘવીએ નામ લીધા વગર વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો..દૂષણો સામેની લડત યથાવત્ રાખવાનો હર્ષ સંઘવીએ સંકલ્પ વ્યક્ત કર્યો.. સંઘવીએ ખાતરી આપી કે, સમાજ જીવનની તમામ જરૂરિયાત સરકાર પૂર્ણ કરશે.જનતાના આશીર્વાદથી જ સરકાર બની છે અને જનતાના આશીર્વાદથી જ ગુજરાત આજે નંબર વન રાજ્ય છે. હર્ષ સંઘવીએ નાગરિકોને આક્રોશિત ન થવા અપીલ કરી. આ અવસરે તેમણે સરકારી તાલુકા પુસ્તકાયલનો ઉલ્લેખ કરી આશા વ્યક્ત કરી કે, સરકારી પુસ્તકાલય બાળકોના ભાવિના ઘડતર માટે મદદરૂપ થશે....

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola