Darshnaben Deshmukh: ભાજપ ધારાસભ્ય આપશે રાજીનામું? ડો. દર્શનાબેન દેશમુખ લાલઘૂમ

Continues below advertisement

Darshnaben Deshmukh:  ભાજપ ધારાસભ્ય આપશે રાજીનામું? ડો. દર્શનાબેન દેશમુખ લાલઘૂમ

નર્મદા નાંદોદના ભાજપના ધારાસભ્યએ આપી રાજીનામાની ચીમકી. રાજપીપળામાં કાર્યક્રમમાં માન ન જળવાતા ડો.દર્શનાબેન દેશમુખ લાલઘૂમ. કાર્યક્રમ સ્થળે જ ડો.દર્શનાબેન દેશમુખ બેસી ગયા ધરણા પર. ધારાસભ્યના પ્રોટોકોલ પ્રમાણે સ્વાગત ન ન કરાયું હોવાનો આરોપ. દર્શનાબેન દેશમુખે ભાજપ જિ.પ્રમુખ પર લગાવ્યા સનસનીખેજ આરોપ. જિ.ભાજપ પ્રમુખ સતત અપમાન કરતા હોવાનો સનસનીખેજ આરોપ. મનમાની કરીને ટિકિટ ફાળવી હોવાથી ચૂંટણી હાર્યા હોવાનો પણ આરોપ. એક મોટા મંત્રીનું જિ.ભાજપ પ્રમુખને પીઠબળ હોવાનો પણ આરોપ. આંબેડકર હોલમાં પ્રબુદ્ધ નાગરિકોના સન્માન માટે યોજાયો હતો કાર્યક્રમ.

આ સમગ્ર વિવાદ વચ્ચે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ ધારાસભ્યના સમર્થનમાં સામે આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ માત્ર એક ધારાસભ્યનું નહીં પરંતુ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે. સાથે જ તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવનું રાજીનામું લેવાની માંગ પણ કરી હતી. મનસુખ વસાવાના નિવેદન બાદ નર્મદાની ભાજપની આંતરિક જૂથબંધી અને અસંતોષ ફરી એકવાર જાહેર મંચ પર સામે આવ્યો છે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola