Rajkot Bomb Threat: રાજકોટમાં 10 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ

Continues below advertisement

રાજકોટ શહેરમાં આજે ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. શહેરની અગ્રણી દસ હોટલોને બોમ્બથી વિસ્ફોટ કરવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ધમકી ઈ મેલ દ્વારા મળી છે જેમાં ધ ઈમ્પિરિયલ પેલેસ, સયાજી હોટલ, ભાભા હોટલ, કાવેરી હોટલ, જ્યોતિ હોટલ, પેરા માઉન્ટ, ધ એલિમેન્ટ્સ હોટલ, સીઝન્સ હોટલ, બિકોન હોટલ અને ધ ગ્રાન્ડ રેજન્સી હોટલનો સમાવેશ થાય છે.

ધમકી ભર્યા મેઈલમાં જણાવવામાં આવ્યું હતું કે હોટલના વિવિધ સ્થળોએ વિસ્ફોટક પદાર્થો મૂકવામાં આવ્યા છે અને આગામી કલાકોમાં વિસ્ફોટ થશે. મેઈલમાં તાત્કાલિક હોટલ ખાલી કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું. બપોરે 12:45 વાગ્યે આ મેઈલ મળતાં જ પોલીસ તંત્ર સક્રિય થયું હતું. ક્રાઈમ બ્રાન્ચ, SOG, LCB, સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક તમામ હોટલો પર પહોંચી ગઈ હતી. સઘન તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા રાહતનો શ્વાસ લેવાયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram