Rajkot Khetla Aapa Temple: રાજકોટમાં ખેતલાઆપા મંદિરમાંથી 52 સાપ મળતા ખળભળાટ
રાજકોટ માર્કેટ યાર્ડ પાસેના ખેતલાઆપા મંદિરમાં ગેરકાયદે રખાયેલા શિડ્યુલ-1ના 52 સાપને વનવિભાગની ટીમે શોધી કાઢ્યા. બાતમીના આધારે વનવિભાગની ટીમે જુના યાર્ડથી ગ્રીનલેન્ડ ચોકડી વચ્ચે આવેલા ખેતલાઆપા મંદિરે રેડ કરી હતી. જ્યાં મહંત મનુ મણિરામ દુધરેજીયાની પૂછપરછ કરતા મંદિરની અંદર અલગ અલગ જગ્યાએથી 52 જેટલા સાપ મળી આવ્યા હતા.. તમામ સાપ જીવતા હોવાથી ભારતીય વન્યપ્રાણી સંરક્ષણ ધારા હેઠળ મહંત વિરૂદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી. મહંત મનુ મણીરામ દૂધરેજીયાએ સોશલ મીડિયા પર નાગનું ઘર અને નાગનું મંદિર તેમજ 100થી વધઉ સાપનો આવાસ સહિતના અલગ અલગ વીડિયો બનાવી વાયરલ કર્યા હતા. એ જ વીડિયોના આધારે વનવિભાગની ટીમે કાર્યવાહી કરી. જો કે વનવિભાગની આ જ કાર્યવાહીથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો.. રેડ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા. સ્થાનિકોનું કહેવું છે કે મહંત ક્યારેય એક રૂપિયો પણ લેતા નથી.. મહંતની ખોટી રીતે ધરપકડ કરવાા આવી છે. આ મંદિરે સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે.. તો વનવિભાગના ડીસીએફએ માહિતી આપી કે આગામી દિવસોમાં આવા પ્રાણીઓ રાખતા મંદિરોમાં તપાસ કરવામાં આવશે.. હાલ તો મહંત જામીન પર મુક્ત થયા છે.. પરંતુ જરૂર પડશે તો વધુ તપાસ માટે ફરી બોલાવવામા આવશે.