Rajkot news : રાજકોટના દિવ્યાંગના જુસ્સાને સલામ, 80 ટકા દિવ્યાંગે 10મી વખત સર કર્યો ઉંચો ગઢ ગિરનાર
Continues below advertisement
Rajkot news : રાજકોટના દિવ્યાંગના જુસ્સાને સલામ, 80 ટકા દિવ્યાંગે 10મી વખત સર કર્યો ઉંચો ગઢ ગિરનાર
કહેવાય છે ને કે આત્મવિશ્વાસ અને જુસ્સો હોય તો માણસ ગમે તે કરી શકે. જરા જુઓ આ યુવાનને. 80 ટકા દિવ્યાંગ રાજકોટના વિપુલભાઈ ગોકળવાણીયા નામના વ્યક્તિએ પોતાના એ જ જુસ્સા અને આત્મવિશ્વાસથી ઉંચો ગઢ ગિરનાર સર કર્યો છે. વિપુલભાઈને મા જગદંબા પર અતૂટ શ્રદ્ધા છે. અને દર વર્ષે વિપુલભાઈ ગિરનારના એ આકરા પગથિયા ચઢીને મા જગદંબાના ચરણોમાં શિશ ઝુકાવે છે. ત્યારે આ વર્ષે પણ વિપુલભાઈએ ગિરનાર સર કર્યો છે. દિવ્યાંગ હોવા છતા વિપુલભાઈ અત્યાર સુધીમાં 10મી વખત ગિરનાર સર કર્યો છે.. આ જ ઉપલબ્ધીથી તેમનું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યુ છે.
Continues below advertisement