રાજકોટના ગોંડલના બંધ મકાનમાં દીપડો ઘૂસ્યો, જુઓ વન વિભાગનું રેસ્ક્યૂ ઓપરેશન
રાજકોટના ગોંડલના ભગવતપરા શાળા નંબર 5 નજીક બંધ મકાનમાં દીપડો ઘૂસ્યો હતો. ગોંડલમાં દિપડો દેખાતા પાલિકા પ્રમુખ સહિતના આગેવાનો અને પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. દીપડાના હુમલામાં ગોંડલ ફાયર વિભાગના દીપકભાઈ વેગડા ઈજાગ્રસ્ત થયા હતા. ફાયરના કર્મચારીને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા છે. ગોંડલમાં દિપડાને પકડવા જૂનાગઢથી વનવિભાગની એક ટીમને ગોંડલ મોકલવામાં આવી છે.