Actress Kristina Patel : ભાજપમાં છે એટલે ફરિયાદ નહીં લેવાની? મમ્મીને ધક્કો મારી ઘરમાંથી કાઢી મૂકી

Actress Kristina Patel : ભાજપમાં છે એટલે ફરિયાદ નહીં લેવાની? મમ્મીને ધક્કો મારી ઘરમાંથી કાઢી મૂકી

Rajkot News:  મુંબઈ રહેતી  અને મૂળ રાજકોટની એક્ટ્રેસ ક્રિસ્ટીના પટેલે રાજકોટ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યાં છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને તેમણે સમગ્ર આપવિતી જણાવી છે. પરિવાર સાથે વીતેલી ઘટના અંગે જ્યારે તેમણે પોલીસ ફરિયાદ કરી તો પોલીસે ફરિયાદ ન નોંધી હોવાનો આક્ષેપ ક્રીસ્ટીના પટેલે લગાવ્યાં છે, જાણીએ શું છે સમગ્ર મામલો

શું છે સમગ્ર ઘટના

રાજકોટ મૂળની  અને મુંબઇમાં રહેલી એકટ્રેસ ક્રિસ્ટીના પટેલેના પિતાના અચાનક નિધન બાદ સંપત્તિ પડાવી લેવા માટે તેમના જ પરિવારના સભ્યો તેમની માતાને હેરાન કરતા હોવાનો મામલો સામે આવ્યો છે. એક્ટ્રસે જણાવ્યું કે, પિતાના અવસાન બાદ માતા-ભાઇની મિલકતો પર પરિવારજનોનો જ ડોળો છે અને પરિવારના અન્ય સભ્યો સંપત્તિ પડાવી લેવા માટે તેમની માતાને ધમકાવતા હોવાનો આક્ષેપ ક્રિસ્ટી પટેલે લગાવ્યો છે.  ક્રિસ્ટીનાએ કહ્યું કે, પિતાના મૃત્યુ બાદ પરિવારના અન્યો સભ્યો મારી મમ્મી પાસે આવ્યા હતા અને દુર્વ્યવહાર કર્યો હતો તેમને ધક્કો માર્યો હતો. ત્રણ લોકો તેમના ઘરે જતાં હોવાના પુરાવા સીસીટીવીમાં પણ જોવા મળે છે. ક્રિસ્ટીએ સીસીટીવી પણ પોસ્ટ કર્યાં છે. ક્રિસ્ટીનાનાનો આરોપ છે કે, પિતાની સંપતિ પડાવી લેવા અન્ય પરિવારના સભ્યો તેમની માતા અને ભાઇને ધમકાવે છે.       

ઉલ્લેખનિય છે કે, ક્રિસ્ટીનાના મોટા પપ્પા  દિનેશ અમૃતિયા જસદણ ભાજપના પ્રભારી છે. તેથી ક્રિસ્ટીનાએ આરોપ લગાવ્યો છે કે, તેઓ  જસદણ ભાજપના પ્રભારી હોવાથી પોલીસ ફરિયાદને  ગંભીરતાથી લેતી નથી અને કોઈ કાર્યવાહી પણ કરતી નથી. ક્રિસ્ટીનાએ તેમના પિતાના અચાનક મૃત્યુ પાછળ આશંકા સેવતા આ કુદરતી મોત નહિ પરંતુ હત્યા હોવાની આશંકા સેવી છે. નોંધનિય છે કે, આ પહેલા પણ રાજકોટ શહેરના જાણીતા અને જસદણ ભાજપના પ્રભારી દિનેશ અમૃતિયા વિરુદ્ધ તેમના જ કુટુંબના સભ્યો દ્વારા મિલકત પડાવવાનો ગંભીર આક્ષેપ લાગ્યા હતા. હવે જોવું એ રહ્યું કે, ક્રિસ્ટીનાની આ ફરિયાદને કેટલી ગંભીરતાથી લેવાઇ છે અને આગળ આરોપી સામે શું પગલા લેવાય છે.    

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola