Rajkot: સાંસદ રામભાઈ મોકરિયાની સૂચના બાદ વાસ્તવિક સ્થિતિ જાણવા એબીપી અસ્મિતા પહોંચ્યું જનાના હોસ્પિટલ

સાંસદ રામભાઈ મોકરિયાની અધિકારીઓને સૂચના બાદ વાસ્તવિક સ્થિતિ જાણવા એબીપી અસ્મિતાના સંવાદદાતા પરાક્રમસિંહ જનાના હોસ્પિટલ પહોંચ્યા. અહીં રિયાલીટી ચેક કરતા સામે આવ્યું કે કરોડોના ખર્ચે બનેલી જનાના હોસ્પિટલમાં બાંકડાની વ્યવસ્થા કરવી અતિ જરૂરી છે. તો હોસ્પિટલના બિલ્ડીંગમાં શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતું આ વ્યવસ્થા પૂરતી નથી. શૌચાલયની બહાર પણ યુરિનલની વ્યવસ્થા કરવાની જરૂરિયાત છે. કારણ કે બાંકડાના અભાવે જનાના હોસ્પિટલના કમ્પાઉન્ડમાં દર્દીના સ્વજનો બાંકડા પર અને જમીન પર બેઠેલા જોવા મળ્યા. એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયું કે દર્દીના સ્વજનો માટે હોસ્પિટલ પરિસરમાં સુવિધાઓનો અભાવ છે. 

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા. જેને વધુ એકવખત લોકહિતને ધ્યાને લઈ અધિકારીઓને કરી છે રજૂઆત. મહાપાલિકાના 18 હોલ ફાયર NOCના અભાવે બંધ પડ્યા છે ત્યારે તાત્કાલિક NOCની પ્રક્રિયા હાથ ધરી આ હોલ લોકોના વપરાશ માટે ઉપયોગી સાબિત થાય તેવી રજૂઆત કરી. તો રાજકોટની જનાના હોસ્પિટલને પણ હજુ સુધી બીયુ પરમિશન હજુ સુધી મળી નથી. ત્યારે અધિકારીઓને સાંસદ મોકરિયાએ કહ્યું કે તાત્કાલિક મંજૂરી લેવામાં આવે. મંજૂરી મળતા જ ગ્રાંટમાંથી હોસ્પિટલમાં બાંકડા અને શૌચાલયની સહિત વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી. સાંસદ મોકરિયાએ કહ્યું કે સિવિલ હોસ્પિટલમાં હાલ પીવાના પાણી અને ટોયલેટની સુવિધા ઉભી કરવામાં આવી છે. પરંતું દર્દીઓનો ધસારો રહેતો હોવાથી શૌચાલય સહિતની સુવિધાઓ વધારવી જરૂરી બની છે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola