Rajkot News : વિકાસની મોટી મોટી ડંફાસો વચ્ચે જસદણના સાત ગામોમાં 30 વર્ષથી ST બસની સુવિધા નથી

વિકાસની મોટી મોટી ડંફાસો વચ્ચે જસદણના સાત ગામોમાં 30 વર્ષથી ST બસની સુવિધા નથી. ST બસની સુવિધા ન હોવાથી સૌથી વધુ હાલાકી પડે છે વિદ્યાર્થીઓને. વિદ્યાર્થીઓ પોતાના જીવ જોખમમાં મૂકીને છકડો રિક્ષા સહિતના વાહનોમાં અપડાઉન કરે છે... આવું જ જસદણનું એક ગામ છે રાજા વડલા.  આ ગામ પણ 30 વર્ષથી ST  બસ સેવાથી વંચિત છે. રાજા વડલા ગામના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે દરરોજ ભાડલા જવું પડે છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે ST બસની સુવિધા ન હોવાથી આ રીતે જીવના જોખમે મુસાફરી કરવી એ અમારી મજબૂરી છે. તો બીજી બાજુ રિક્ષા ચાલકોનું કહેવું છે કે ગામના છોકરાઓને સમયસર સ્કૂલે પહોંચાડવાના હોવાથી એકસાથે આટલા વિદ્યાર્થીઓને લઈ જવાા પડે છે. ગામ લોકોનો રોષ છે કે અમુક રુટ પર જરુર ન હોવા છતાં ST નિગમ 200 બસો દોડાવે છે. અને જ્યાં જરુર છે ત્યાં 30 વર્ષથી 1 બસની સુવિધા પણ આપવામાં આવતી નથી. ST  અમારી સલામત સવારીની સુવિધાથી જસદણને કેમ વંચિત રાખવામાં આવે છે. તે એક મોટો સવાલ છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola