રાજકોટમાં અમિત ચાવડા, રાજીવ સાતવ અને નીતિન પટેલ અચાનક સામે સામે મળી જતા એકબીજાને કર્યા નમસ્કાર
રાજકોટ: પેટા ચુંટણીમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ વચ્ચે ભારે નિવેદન બાજી આને આક્ષેપબાજી પણ થઈ આ તમામની વચ્ચે આ તસવીર જુઓ.રાજકોટ સક્રિટ હાઉસની આ તસવીર જેમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા તેમજ રાજીવ સાતવ એકબીજાને નમસ્કાર કરતા નજરે પડ્યા આ જ તો આ લોકશાહીની આવકારદાયક પરંપરા. મંચ પર એકબીજાના વિરૂદ્ધ તીખા નિવેદનો કરતા નેતાઓ વચ્ચે સબંધોની મીઠાસ હજુ પણ યથાવત છે. રાજકોટના સર્કિટ હાઉસ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, પ્રભારી રાજીવ સાતવ અચાનક સામે મળી જતા નમસ્કાર કર્યા હતા.