જેતપુરના આઠ વર્ષના બાળકે રામ મંદિર માટે આપ્યું દાન, જુઓ વીડિયો
ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. રામ મંદિર માટે હાલ દેશભરમાં રામજન્મભૂમિ મંદિર માટે દાન એકઠુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટના જેતપુરમાં એક 8 વર્ષીય બાળકે રામમંદિર માટે દાન આપ્યું હતું. જેતપુરની સરસ્વતિ શિશુમંદીર શાળામાં ધો.4માં અભ્યાસ કરતા અંશ હિરેનભાઈ વ્યાસે અત્યાર સુધી પોતાના ગલ્લામાં બચત કરેલી બધી રકમ રામમંદિર માટે દાનમાં આપી. 8 વર્ષના અંશ અભ્યાસ અંતર્ગત ઉપયોગી એવી વસ્તુ મોબાઈલ કે ટેબ્લેટ લેવાના આશય માટે આ રકમ એકઠી કરી હતી.