રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં કરાયું અન્નકુટનું આયોજન
દિવાળીના પર્વની ઉજવણીને લઈને લોકો વિવિધ ધાર્મિક પૂજા અર્ચના સાથે કરી રહ્યા છે.આજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પણ અન્નકૂટના દર્શન યોજાયા હતા. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભગવાન સ્વામિનારાયણને અવનવી વાનગીઓ ધરવામાં આવી હતી. આ વખતે કોરોનાને લઈને સાદગીપૂર્વક અન્નકૂટ દર્શન રાખવામાં આવ્યા હતા.મંદિરમાં ખાસ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કને લઈને તકેદારી રાખવામા આવી હતી.