કૉંગ્રેસના વધુ એક મોટા નેતાએ કર્યા ભાજપના વખાણ, સાંસદ રમેશ ધડુકનો દાવો, જુઓ વીડિયો
હાર્દિક પટેલ બાદ કૉંગ્રેસના વધુ એક મોટા નેતાએ કર્યા છે ભાજપના વખાણ. લલિત વસોયાએ ભાજપના વખાણ કર્યા છે. ભાજપના સાંસદ રમેશ ધડુકે દાવો કર્યો કે, કૉંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપ સરકારની કામગીરીને વખાણી છે. ધોરાજીમાં આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્ય મંત્રી અને આરોગ્ય મંત્રીના વખાણ કર્યા. કોરોના કાળમાં ગરીબોને વિનામૂલ્યે અનાજ વિતરણ તથા આરોગ્ય ક્ષેત્રે સારી કામગીરી થાય છે તેમ કહીને લલિત વસોયાએ સરકારના વખાણ કર્યા હોવાનો દાવો સાંસદ ધડૂકે કર્યો છે.