Rajkot Fire Tragedy: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં વધુ એક પાપનો પર્દાફાશ
Continues below advertisement
રાજકો TRP ગેમઝોન અગ્નિકાંડમાં પોલીસ અને મહાપાલિકાનું પ્રશાસન જવાબદાર છે એટલો જ જવાબદાર છે પુરવઠા વિભાગ.12 માસૂમ સહિત 28 લોકોને ભરખી જનારા આ અગ્નિકાંડમાં પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. ઘટનાના 72 કલાક બાદ પણ પુરવઠા વિભાગ આટલી મોટી માત્રામાં પેટ્રોલ-ડિઝલનો જથ્થો ક્યાંથી આવ્યો તે જાણવામાં નિષ્ફળ રહ્યો છે. કલેકટર તરફથી પેટ્રોલ- ડિઝલનો મોટી માત્રામાં જથ્થો કેવી રીતે મેળવ્યો તે અંગે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહીનો આદેશ કર્યો છે. પરંતું પુરવઠા વિભાગ કાર્યવાહી તો દૂર પણ આ જથ્થો ક્યાંથી આવ્યો હતો, કોને આપ્યો હતો તે હજુ સુધી જાણી શક્યું નથી. જો પુરવઠા વિભાગની ઈચ્છાશક્તિ હોય તો આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ કાર્યવાહી થઈ શકે છે..
Continues below advertisement