Montu Patel Mega Scam: મહાકૌભાંડી ડૉ. મોન્ટુ પટેલના વધુ એક પાપનો પર્દાફાશ

મહાકૌભાંડી ડૉ. મોન્ટુ પટેલના વધુ એક પાપનો પર્દાફાશ..સૌરાષ્ટ્ર યુનિ.માંથી મોન્ટુએ Ph.Dની ડિગ્રી મેળવી હોવાનો દાવો મોન્ટુ પટેલની ડિગ્રી મુદ્દે યુનિવર્સિટીના સત્તાધિશોનું ભેદી મૌન. 

કૌભાંડી મોન્ટુ પટેલની PHDની ડિગ્રી પર ઉઠ્યા સવાલ. ગાઈડ વગર જ ડિગ્રી મેળવી હોવાનો આરોપ લાગ્યો છે. ગાઈડ વિદેશમાં સ્થાયી થયા અને અહીં મોન્ટું પટેલ PHD બની ગયાનો આરોપ લાગ્યો છે. મોન્ટુ પટેલની PHDની ડિગ્રીને લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે કોઈ રેકોર્ડ જ ઉપલબ્ધ નથી. PHD માટે દર 6 મહિને પ્રોજેક્ટ રિપોર્ટ સબમીટ કરી વાઈવા આપવું પડે છે.  પરંતુ મોન્ટુ  પટેલના કેસમાં કંઈ જ ન થયાનો આરોપ લાગ્યો છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈંડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલે કરોડો રૂપિયા લઈ કોલેજોને માન્યતા આપ્યાનો આરોપ છે. CBIએ અમદાવાદ અને દિલ્લીમાં દરોડા પાડ્યા હતા.. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola