રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી પાટીદાર નેતાઓ માટે અપશબ્દો બોલતા હોવાનો ઓડિયો વાયરલ
રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી પોતાના જ સમાજના નેતાઓ માટે અપશબ્દો ઉચ્ચારતા હોય તેવો ઓડિયો વાયરલ થતા સૌરાષ્ટ્રની રાજનીતિમાં મોટુ વાવાઝોડુ સર્જાયુ છે.. વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં અરવિંદ રૈયાણી પાટીદાર નેતાઓ તેમજ ભાજપના નેતાઓ માટે અપશબ્દો ઉચ્ચારતા હોય તેવુ પણ જણાઈ રહ્યુ છે.. કેમ કે કોર્પોરેશન, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે જુના સંવાદને એડિટ કરીને આ પ્રકારના ઓડિયો વાયરલ કરીને બદનામ કરાતા હોવાનો રૈયાણીએ આરોપ લગાવ્યો છે.. એટલુ જ નહીં ઓડિયો વાયરલ કરનારાઓ સામે પોલીસ ફરિયાદ કરવાની રૈયાણીએ તૈયારી દર્શાવી છે..