Rajkot સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓના થયા મૃત્યુ, મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે
સુરત, અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ કોરોના બેકાબૂ બન્યો છે. 24 કલાકમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોવીડની સારવાર લેતા છ દર્દીઓના મોત થયા છે. જો કે આ છ દર્દીઓના મોત કોરોનાથી થયા છે કે નહીં તેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. તો આ તરફ રાજકોટમાં પણ કોરોનાના નવા સ્ટ્રેઈનનો કેસ સામે આવ્યો છે. યુકે અને આફ્રિકન સ્ટ્રેઈન જોવા મળતા પ્રશાસનની ચિંતા વધી છે.