Gujarat Politics : ભરત બોઘરાએ કોંગ્રેસના કાર્યક્રમને ગણાવ્યો સ્ટન્ટ, ખોડલધામ મુલાકાતને લઈ રાજકારણ
Gujarat Politics : ભરત બોઘરાએ કોંગ્રેસના કાર્યક્રમને ગણાવ્યો સ્ટન્ટ, ખોડલધામ મુલાકાતને લઈ રાજકારણ
ખોડલધામમાં કોંગ્રેસના નેતાઓના શિશ ઝુકાવવાને ભાજપે સ્ટંટ ગણાવ્યો. ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર. કોંગ્રેસ શાસનમાં પાટીદારોની થયેલી હત્યા સમાજ ક્યારેય ભૂલશે નહીં. કોંગ્રેસે પાટીદાર અને ખેડૂતોને કરેલો અન્યાય સૌરાષ્ટ્રની જનતાને યાદ છે. કેન્દ્રમાં સરકાર હતી ત્યારે એક પણ પાટીદારને મંત્રી બનાવ્યા નહીં. રાજ્યમાં કોંગ્રેસે કયારેય પાટીદાર મુખ્યમંત્રી બનાવ્યા નહીં. ચૂંટણી સમયે જ કોંગ્રેસને પાટીદારો યાદ આવે છે. ગાંધીનગર આવેલા ખેડૂતો પર કોંગ્રેસની સરકારે ગોળીઓ ચલાવી હતી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ અને વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ ખોડલધામના શરણે પહોંચ્યું છે. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક , ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ખોડલધામ પહોંચ્યા. માં ખોડલના દર્શન કરી ધજા ચડાવી હતી. તેમજ ખોડલધામ ચેરમેન નરેશ પટેલે માં ખોડલનો ખેસ પહેરાવી સ્વાગત સન્માન કર્યું. ખોડલ ધામ ખાતે ચેરમેન નરેશ પટેલ સાથે અમિત ચાવડા મુકુલ વાસનિક, લલિત વસોયા, લલિત કગથરા ગેનીબેન ઠાકોર , જેનીબેન ઠુમ્મર સાથે શુભેચ્છા મુલાકાત કરી.