Rajkot fire tragedy: અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, શ્રેયસ ઐય્યર સહિત 6 ખેલાડીઓ પણ TRP ગેમઝોનમાં ગયેલ

રાજકોટ અગ્નિકાંડને લઈ મહત્વનો ખુલાસો થવા પામ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમનાં કેટલાક ખેલાડીઓએ પણ ટીઆરપી ગેમઝોનમાં ગયા હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે

રાજકોટ TRP ગેમઝોનમાં અગ્નિકાંડ મામલે અન્ય એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વર્ષ 2021થી કાર્યરત આ ગેમઝોનમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકોએ તો આ ગેમઝોનની મુલાકાત લીધી છે, પરંતુ આ મુલાકાતમાંથી ક્રિકેટરો પણ બાકાત રહ્યા નથી. વર્ષ 2022 દરમિયાન રોજ રાજકોટ આવેલા ભારતીય ક્રિકેટ ટીમનાં કેલાડીઓ પણ ટીઆરપી ગેમઝોમનાં ગયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ટીઆરપી ગેમઝોનનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો અપલોડ કરાયો હતો. જેમાં શ્રેયસ અય્યર, અમન ખાન, સીરાજ પાટીલનો વીડિયો અપલોડ કરાયો હતો. સમસ મૂલાની, સૂર્યન્સ સેડગી અને હાર્દિક તોમરનો વીડિયો  પણ અપલોડ કરાયો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola