Rajkot AIIMS Scam: રાજકોટ એઈમ્સની ભરતીમાં મોટા કૌભાંડ?, પૂર્વ ડિરેક્ટર ડો.સીડીએસ કટોચ પર ગંભીર આરોપ
રાજકોટ એઇમ્સમાં ભરતી મામલે કૌંભાડ થયુ હોવાના આક્ષેપો થઇ રહ્યાં છે. અહીં દિવ્યાંગ પુત્રને એઈમ્સમાં ક્લાસ 2 અધિકારી બનાવી દીધાનો આરોપ લાગ્યો છે, આક્ષેપ છે કે, ડો.કટોચના પુત્ર ભાવેશ કટોચના બંને આંખમાં તકલીફ છે. તેમનુ ડિસેબીલિટી સર્ટી હોવા છતા મેડિકલ ફિટ બતાવી તેમને રાજકોટ એઇમ્સમાં ક્લાસ 2 અધિકારી બનાવી દેવાયા છે. મેડિકલ ફિટ બતાવી દિવ્યાંગ પુત્રને એઈમ્સમાં નોકરી લગાવી દીધાનો આરોપ છે. ઉલ્લેખનિય છે કે, તેવી વિગતો પણ સામે આવી છે કે, ભાવેશ કટોચ છેલ્લા 17 વર્ષથી આંચકી દવા લેતા હતા અને આંચકી ઉપડતા એઈમ્સમાં દવા લીધી હતી. આ વિગતો સામે આવ્યાં બાદ સવાલ ઉઠી રહ્યાં છે કે, 60%નું ડિસેબીલિટી સર્ટી હોવા છતા કઈ રીતે તેમને મેડિકલ ફિટ ગણાવી શકાય?
પૂર્વ વહીવટી અધિકારી જયદેવ વાળા પર પણ આ મામલે ગંભીર આરોપ લાગ્યાં છે. ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે ભાઈ રણજીત વાળાને નોકરીએ રાખ્યાનો આરોપ છે. કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરની માગ છે કે.એઇમ્સમાં થયેલી આ ભરતીની પહેલેથી સંપૂર્ણ તટસ્થ તપાસ કરવામાં આવે અને તપાસ બાદ ડો.કટોચ સામે કાર્યવાહી કરવામાં આવે.