ABP News

Gujarat Politics : ભાજપ નેતાનો મગફળીની ખરીદીમાં કૌભાંડનો આરોપ, ... તો ભાજપ સામે મોરચો માંડવો જોઇએ

Continues below advertisement

Gujarat Politics :  ભાજપ નેતાનો મગફળીની ખરીદીમાં કૌભાંડનો આરોપ, ... તો ભાજપ સામે મોરચો માંડવો જોઇએ

ભાજપ નેતા ડો.ભરત કાનાબારે મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડના આરોપ લગાવ્યા છે. તેમણે આ અંગે પોસ્ટ કરીને લખ્યું છે કે, આ વર્ષે ગુજરાત સરકારે મગફળી માટે નક્કી કરેલ ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચે ૨૫૦ થી ૩૫૦ રૂપિયા જેટલો તફાવત હતો. આ ભાવફેરનો ફાયદો લેવા મોટા ભાગના માર્કેટ યાર્ડમાં વેપારીઓ, ખરીદી સાથે જોડાયેલ અધિકારીઓ અને વચેટિયાની ટોળકીઓ સક્રિય હતી જેમણે મગફળીનું વાવેતર ના કર્યું હોય તેવા ખેડૂતની જમીનના ૭-૧૨ રજુ કરી બજારમાંથી નીચા ભાવે નબળી કક્ષાની શીંગ ખરીદી ટેકાના ભાવે ધાબડી દીધી. મિલી ભગતથી થયેલ આવી ખરીદીનો આંકડો કરોડોંનો થાય છે.

ધિક્કાર છે એ અધિકારીઓને જેમણે તેમને જે પગાર ચૂકવે છે એ સરકાર સાથે છેતરપિંડી કરી ! ફટ છે એ વેપારીઓને જેમણે કોકના ૭-૧૨ બતાવી બજારમાંથી ખરીદેલ શીંગ ટેકાના ભાવે પધરાવી દીધી !! શરમ છે એ ખેડૂતોની હરકત પર જેઓ જાણ્યે - અજાણ્યે પોતાની જમીનના ૭-૧૨ અન્યોને આપી આ કાવતરામાં શામિલ થયા !!!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram