BIG News: ભાજપના જ સાંસદે ગરીબોને અપાતા અનાજમાં થતી ભેળસેળનો કર્યો પર્દાફાશ

Continues below advertisement

રાજકોટમાં રેશનકાર્ડ ધારકોને સડેલુ અને હલકી ગુણવત્તાવાળુ અનાજ ધાબડવામાં આવતુ હોવાનો રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પર્દાફાશ કર્યો હતો અને સાંસદે આજે મળેલી પૂરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં સડેલા ચણાદાળ, ઘઉં, અને ચોખા સહિતના અનાજના નમુના રજૂ કરી સટાસટી બોલાવી હતી.

રાજકોટ જિલ્લામાં સ્થાનિક પુરવઠા તંત્રની આળસુ નીતિના પાપે ગરીબ રેશનકાર્ડ ધારકોને સમયસર અનાજ, ચોખા સહિતની મફત અન્ન યોજનાનો લાભ નથી મળી રહ્યો ત્યારે શનિવારે મળેલી પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ મૌકે પે ચોક્કા જેવા ઘાટ વચ્ચે ચાલુ બેઠકે જ કલેકટરની હાજરીમાં સડેલા ઘઉં, ચોખા અને ચણા સહિતની ચીજો ટેબલ ઉપર મૂકી આવું કૌભાંડ કોણ કરી રહ્યું છે તેનો જવાબ માગતા હાજર અધિકારીઓ ચકિત રહી ગયા હતા.

આ બેઠકમાં કમિટીના સભ્યો, ધારાસભ્ય સાંસદ સભ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ જિલ્લા કલેકટરની પુરવઠા બેઠકમાં તડાફડી બોલાવીહતી.રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ સસ્તા અનાજના નમૂના આપ્યા.હલકી ગુણવત્તાનું અનાજ વિતરણ થતું હોવા થી તપાસ કરવા માંગ હતી .રાજકોટની અલગ અલગ સસ્તા અનાજની દુકાનમાંથી નમૂના લઈ કલકેટરને સોંપવામાં આવ્યા તપાસ કર્યા બાદ રિપોર્ટ સોંપવા માંગ કરવામાં આવી .સરકાર સારી ગુણવત્તાનું અનાજ વિતરણ કરે અને ક્યાં ભેળસેળ થાય તે તપાસ કરવા માંગ કરી

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram