Rajkot News : રાજકોટના ધોરાજીની શફુરા નદીમાં કાર તણાઈ, કારમાં સવાર બંને યુવકોનો થયો બચાવ
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શકુરા નદીના ધસમસતા પાણીમાં કાર તણાઈ. કારમાં સવાર બંને લોકોનો આબાદ બચાવ. શકુરા નદીના કોઝવે પરથી પસાર થવાનો પ્રતિબંધ હોવા છતાં ચાલકે પાણીમાં કાર નાખતા બની ઘટના
રાજકોટના ધોરાજીની શફુરા નદીમાં કાર તણાઈ હતી. કારમાં સવાર બંને યુવકોનો આબાદ બચાવ થયો હતો. કોઝવે પરથી પસાર થતા સમયે આ ઘટના બની હતી. ધોરાજીનાં શફુરા નદીમાં એક કાર તણાઈ હતી. જેમાં બે યુવાનો સવાર હતાં અને તે લોકોનો આબાદ બચાવ થયો હતો. કાર તણાઈ હતી. ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે શફુરા નદીનો કોઝવે પાણીમાં ગરાકાવ થયો હતો.
જૂનાગઢના માળિયા હાટીના પાણકવા ગામે દિલધડક ગાયોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવ્યા બાદ શ્રી કૃષ્ણા ગૌશાળાની 18 ગાયો તણાઈ હતી. ગામના સેવાભાવી યુવકો નદીના પ્રવાહમાં કૂદ્યા હતા અને વહેતા પાણીના પ્રવાહમાં તણાયેલી ગાયોને પાણીમાંથી બહાર લાવ્યા હતા.