ABP News

Chorwad Palika Election Result : ચોરવાડમાં કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર, જુઓ અહેવાલ

Continues below advertisement

Chorwad Palika Election Result : ચોરવાડમાં કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર, જુઓ અહેવાલ

Chorwad Election Result: રાજ્યમાં સ્થાનિક ચૂંટણીના પરિણામોને લઈને ધમધમાટ ચાલી રહ્યો છે. આજે સવારથી જ પરિણામમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને પોતાના જ વિસ્તારમાં મોટો ઝટકો લાગ્યો છે. ચોરવાડમાં વિમલ ચૂડાસમાનો  પરાજય થયો છે. ચોરવાડના વોર્ડ નંબર-3માં વિમલ ચુડાસમાનો પરાજય થયો છે.

ધારાસભ્ય વિમલ ચુડાસમાનો ચોરવાડમાં પરાજય થતા કોંગ્રેસનો મોટો ઝટકો લાગ્યો છે. ચોરવાડના વોર્ડ નંબર-3માં બીજેપીના ઉમેદવારની જીત થઈ છે. ચોરવાડ વોર્ડ નંબર-3માં ભાજપની પેનલનો વિજય થયો છે. જેનાથી હવે ચોરવાડ નપામાં ભાજપની સત્તા નક્કી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ
તમને જણાવી દઈએ કે, ચૂંટણી પહેલા જ 68 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. આથી હવે 1 હજાર 677 બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠકો માટે કુલ 4 હજાર 374 ઉમેદવારો મેદાનમાં છે. જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠક પૈકી 8 બેઠક સંપૂર્ણ બિનહરિફ થઈ છે, બાકીની 52 બેઠકો માટે કુલ 157 ઉમેદવાર મેદાનમાં છે. જ્યારે કે અમદાવાદ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 7, સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 18 અને ભાવનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 3માં પેટાચૂંટણી યોજાઈ હતી. આ ત્રણેય બેઠકો પર કુલ 17 ઉમેદવારો મેદાનમાં હતા.

નોંધનિય છે કે, 66 નગરપાલિકામાં 61.65 ટકા મતદાન થયું છે. જે 2018ની સરખામણીમાં 3.35 ટકા ઓછું છે. એકંદરે વર્ષ 2018માં 75 નગપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં 65 ટકા મતદાન થયું હતું. તો બીજી તરફ નગરપાલિકાની 1844 બેઠકમાંથી 167 બેઠક બિન હરીફ થતા 66 પાલિકાઓની 1677 બેઠક માટે 4374 ઉમેદવારો માટે મતદાન થયું હતું. 66 પાલિકાની 167 બિન હરિફમાંથી ભાજપની 162, કોંગ્રેસની 1 અને અન્ય 4 સીટ બિન હરીફ થઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram