Rajkot ABVP Protest News: ABVPના વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

રાજકોટમાં બી.એ.ડાંગર કોલેજના વિદ્યાર્થીના આપઘાતને લઈ ABVP મેદાને. બી.એ.ડાંગર કોલેજમાં તાળાબંધી કરી ABVPએ વ્યક્ત કર્યો આક્રોશ. વિદ્યાર્થીના આપઘાત કેસમાં જવાબદારો સામે કાર્યવાહીની માગ. કોલેજના માનસિક ત્રાસથી વિદ્યાર્થીએ આપઘાત કર્યાનો ABVPનો આરોપ. રાજકોટમાં બી.એ.ડાંગર કોલેજમાં ABVPના કાર્યકરોએ પ્રિન્સિપાલના ટેબલ અને બારીના કાચ તોડ્યા. કોઇ ટ્રસ્ટી કે જવાબદાર અધિકારી હાજર ન હોવાથી ABVPના કાર્યકરો વિફર્યા. તે દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે થયું ઘર્ષણ. પોલીસે 10થી વધુ કાર્યકરોની કરી અટકાયત.

રાજકોટની બી.એ.ડાંગર હોમિયોપેથિક કોલેજના વિદ્યાર્થીની આત્મહત્યાથી ખળભળાટ મચી ગયો છે. વિદ્યાર્થીની આત્મહત્યાના પગલે પરિવારજનોએ કોલેજના સંચાલક પર આરોપ લગાવ્યો હતો કે કોલેજ તરફથી વિદ્યાર્થીને પાસ કરાવવા 10 હજાર રૂપિયાની માગ કરી હતી. જે પૈકી ત્રણ હજાર રૂપિયા આપી ન શકતા પરીક્ષામાંથી કાઢી મૂક્યો. ઘટના બાદ કોલેજ કેમ્પસના ડાયરેકટરે સ્વીકાર કર્યો કે મારા નામે હરેશ નામના વિદ્યાર્થીએ મૃતક વિદ્યાર્થી પાસેથી રૂપિયા લીધા હતા. જોકે મે આવી કોઈ રૂપિયાની માગણી ન કરી હોવાનું કહી હાથ ખંખેરી નાંખ્યા.  આ તરફ હરેશ જોગરાજીયાએ સ્પષ્ટતા કરી કે ડાંગર કોલેજના કેમ્પસ ડાયરેકટર આત્મન મેતાએ ખોટા આરોપ લગાવ્યા છે તે તદ્દન ખોટા છે. આત્મન મહેતાએ મને ફસાવવા ટ્રેપ કરી.  મંગળવારે રાત્રીના મારા એક મિત્ર મારફતે મને ફોન કરવામાં આવ્યો કે અમે તમને એડવાન્સ 35 હજાર રૂપિયા આપીશું. અમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પાસ કરાવવા માટે સેટિંગ કરાવી આપો. જોકે એવું કંઈ થાય નહીં અને મારા જાણીતામાં કોઈ ન હોવાનો દાવો કર્યો. મૃતક ધર્મેશ કળસરિયાએ મને ગત 19 ઓગસ્ટે ફોન કર્યો હતો કે, હોમિયોપેથીના બીજા વર્ષની સપ્લીમેન્ટરી પરીક્ષામાં મને ચોરી કરવા દેવા માટેની વ્યવસ્થા કરી આપ. જે બાદ ધર્મેશે મને રૂપિયા 7,000 આપ્યા હતા અને ત્યાર બાદ હું આત્મન મેતા પાસે ગયો હતો અને કહ્યું હતું કે, વિદ્યાર્થી ધર્મેશને પરીક્ષામાં ચોરી કરાવી આપવા માટેની વ્યવસ્થા કરી આપવા કહ્યું છે. તે સમયે આત્મન મેતાએ આ વખતે આવું કંઈ કરવું નથી તેવું કહી ના પાડી દીધી હતી. જેથી મેં 20 ઓગસ્ટે ધર્મેશને રૂપિયા 6,000 રોકડા પરત આપી દીધા હતા. ડાંગર કોલેજમાં પૈસા ફેંકો અને કામ કરાવો તે પ્રકારનો માહોલ છે. આત્મન મેતાને અનેક વખત મેં ઓનલાઇન પૈસા જમા કરાવ્યાના ટ્રાન્જેક્શન છે. મેં પોતે પણ ગત વર્ષે મારી હાજરી પૂર થતી ન હતી તો રૂપિયા 50,000 આપ્યા 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola