Abp Asmita Impact: રાજકોટ-જેતપુર હાઈવે સિક્સલેનનું કામ સત્વરે પૂરા કરવા CMના આદેશ

એબીપી અસ્મિતાએ સતત પ્રસારિત કરેલા અહેવાલ બાદ રાજકોટ-જેતપુર સિક્સલેન હાઈવેની કામગીરીને લઈને મુખ્યમંત્રીએ અધિકારીઓનો લીધો ઉધડો. ગુજરાત ગેસ, GWIL,RMC,જેટકો અને રેવન્યુ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ કોન્ટ્રાક્ટરને વધુ એક વખત પાંચ લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી છે. એટલુ જ નહીં.. ત્રણ મહિનાની અંદર જ 15 બ્રિજ પર વાહન વ્યવહાર શરૂ કરવાનું એલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે.. બે વર્ષમાં એજન્સીએ 67 કિલોમીટરનું કામ કરવાનુ હતુ.. જે એજન્સીએ ત્રણ વર્ષમાં ફક્ત 22 કિલોમીટરનું જ કામ પૂર્ણ કર્યું છે.. નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરે એબીપી અસ્મિતા સાથે વાત કરતા જણાવ્યું કે હાઈવેનું કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે મુખ્યમંત્રીએ અલગ અલગ વિભાગોને સૂચના આપી છે.. રાજકોટ-જેતપુર હાઈવે પર અત્યાર સુધીમાં ચાર બ્રિજ ખુલ્લા મુકવામાં આવ્યા છે.. અને 15 બ્રિજનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola