રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાને લઈને CM રૂપાણીએ આપ્યા તપાસના આદેશ
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે. હોસ્પિટલમાં ગઈકાલે મોડી રાત્રે ભીષણ આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા જ્યારે અન્ય દર્દીઓને સારવાર માટે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં આગની ઘટનાને મેયરે કુદરતી ઘટના ગણાવી હતી. ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં 33 દર્દીઓની સારવાર ચાલી રહી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર મધરાતે સાડા બાર વાગ્યે આગનો કોલ આવ્યો હતો. હોસ્પિટલના બીજા માળે આવેલી મશીનરીમાં શોટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે.