
Lalit Vasoya : જયેશ રાદડિયાના વિવાદિત નિવેદન મુદ્દે કોંગ્રેસ નેતા લલિત વસોયાએ શું કહ્યું?
Lalit Vasoya : જયેશ રાદડિયાના વિવાદિત નિવેદન મુદ્દે કોંગ્રેસ નેતા લલિત વસોયાએ શું કહ્યું?
કોંગ્રેસના નેતા લલિત વસોયાએ પાટીદાર સમાજને કરી વિનંતી. બે દિવસથી પાટીદાર સમાજનો વિવાદ ઉભો થયો છે તેને ધ્યાનમાં રાખી કરી વિનંતી. સોશિયલ મિડીયા પર સમાજની પાઘડી ન ઉછાળવા કરી વિનંતી. પાટીદાર આગેવાનો એકબીજાને હલકા પાડવાની કોશિશ ન કરે. સમાજના આગેવાનો મામલો હલ કરશે તેવી આશા.
ધોરાજી લેઉવા પટેલ સમાજના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા એ સોસ્યલ મીડિયા માં આપ્યું નિવેદન . છેલ્લા બે દિવસ થયા જે વિવાદ પાટીદાર સમાજનો ઉભો થયો છે આ વિવાદમાં આપણા સમાજના આગેવાનો નિવેડો લઈ આવશે . સમાજના લોકોને કવ છું. શોશિયલ મીડિયામાં, ટીવી મીડિયામાં આપણા સમાજની આબરૂનો ઉછાળો છેલ્લે સમાજની આબરૂ જાય છે .
સમાજના કોઈપણ આગેવાન પાટીદાર સમાજનો દીકરો કે દીકરી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને હલકા પાડવાની વૃત્તિ બંધ કરો . જે દિવસે સમાજને જરૂર હશે તે દિવસે જે બંનેને વિવાદ હશે તે સામે આવશે અને સમાજની વચ્ચે વાત કરશે અને નિરાકરણ આવશે .