Rajkot News રાજકોટમાંથી ઝડપાયેલા 3 આતંકીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
રાજકોટમાંથી ઝડપાયેલ ત્રણ આતંકીઓને અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા અને 10 હજારનો દંડ. વર્ષ 2023માં સોનીબજારમાંથી ATSએ શકુર અલી, અમન સિરાઝ અને સૈફ નવાઝ અબુ શાહીદ નામના ત્રણ આતંકીઓની ધરપકડ કરી હતી. સરકાર તરફે જિલ્લા સરકારી વકીલની રજૂઆત હતી કે આરોપીઓ પાસેથી મળેલા મોબાઈલ ફોનમાં વ્હોટ્સએપ ચેટિંગથી સાબિત થાય છે કે તેઓ ચોક્કસ સમાજના લોકોને દેશવિરોધી પ્રવૃતિઓ માટે ઉશ્કેરી રહ્યા છે. ત્રણેય આરોપીઓના માનસ પર જેહાદી પરીબળોથી દેશવિરોધી વિચારશરણી લાદી દેવામાં આવી છે.. જેથી ત્રણેય આરોપીઓને ઓછી સજા કરવામાં આવે તો જેલમાંથી બહાર આવતા તેમનો આતંકી સંગઠનો વધુ ગંભીર ગુનાઓ માટે ઉપયોગ કરી શકે છે. ત્રણેય આરોપી મુળ બંગાળના રહેવાસી હોવા છતા રાજકોટ આવી કશ્મીર અંગેની પરિસ્થિતિ બાબતે સરકાર વિરોધી દુષ્પ્રચાર કરતા હતા. જેથી તેઓને બીજી તક ન મળવી જોઈએ.. તમામ દલીલોને આધારે સેશન્સ કોર્ટે આખરે ત્રણેય આતંકીઓને અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા ફટકારી.